Posts

Showing posts from June, 2023

કચ્છ માં બીપરજોય થી થયું ખૂબ જ નુકશાન.

Image
કચ્છમાં ચારેબાજુ તારાજી જ તારાજી: સ્થાનિકોએ કહ્યું- 1998ના વાવાઝોડા કરતાં પણ સ્થિતી વધુ ખરાબ, 500થી વધુ વૃક્ષો ધરાશાયી, આખી રાત લોકોએ ભયમાં વિતાવી. ભુજ : 9 મિનિટ પહેલા 'બિપરજોય' વાવાઝોડાનું ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતાં જ જળ, જમીન અને વાયુમાં તોફાન જ તોફાન જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયાં છે. દૂધ, ન્યૂઝ પેપર જેવી રોંજિંદી ચીજ-વસ્તુઓ પર ભારે અસર વર્તાઇ રહી છે. તો ઉત્તર ગુજરાતમાં પણ ગઇકાલથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયાં છે. મધરાતે કચ્છના બંદર પર તો વિશાળ વહાણ પણ પલટી ગયું હતું. 'બિપરજોય' વાવાઝોડાએ કચ્છવાસીઓને 25 વર્ષ જૂની કંડલા વાવાઝોડાની યાદ અપાવી દીધી છે. 1998 કરતાં પણ પરિસ્થિતિ ખરાબ: સ્થાનિક ​​​​માંડવીના સ્થાનિક શિવાભાઇ ભાનુશાલીએ જણાવ્યું હતું કે, તોફાની પવન અને અતિભારે વરસાદના કારણે આખી રાત ઊંઘી શક્યા નથી. હજી પણ પરિસ્થિતિ ભયાનક છે, નુકસાન પણ ઘણું થયું છે. હોર્ડિંગ્સ, પતરાં, વૃક્ષો અને વીજપોલ પડી ગયાં છે. 1998ના વાવાઝો...